દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ મંડળ પ્રમુખોની નિમણુંક કરાઈ!!
કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે.
જેના આધારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મંડલના પ્રમુખોનું યાદી જાહેર કરી નીચે મુજબ યાદી મુકવામાં આવી છે.દેવભૂમિ દ્વારકા ભાણવડ તાલુકો શ્રી અલ્પેશભાઈ પરબતભાઈ પાતથર,ભાણવડ શહેર શ્રી અજયભાઈ વિરમભાઈ કારાવદરા, ખંભાળિયા શહેર શ્રી મિલનભાઈ અજીતભાઈ કીરસાતા (જોશી), કલ્યાણપુર તાલુકો શ્રી વલ્લભભાઈ કુળજીભાઈ હડીયલ, દ્વારકા તાલુકો શહેર શ્રી કિશનભાઇ અભયભાઈ વાયડા ,સલાયા શહેર શ્રી ચિરાગભાઈ દિલીપભાઈ તન્ના,જામરાવલ શહેર શ્રી સચિનભાઈ સતિષભાઈ અગ્રવાત ની નિમણુંક કરાઈ છે.