સરકારી સ્કૂલના બાળકો તેમજ દિવ્યાંગ બાળકો અને તેના માતાપિતાને પિક્ચર દેખાડવાની સાથે ભરપેટ ભાવતા ભોજનીયા કરાવ્યા
મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ આજે પિતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી જેમાં તેઓએ સરકારી સ્કૂલના બાળકો તેમજ દિવ્યાંગ બાળકો અને તેના માતાપિતાને સ્કાઈ મોલમાં સુંદર મજાનું પિક્ચર દેખાડ્યું હતું. સાથે ભરપેટ ભાવતા ભોજનીયા કરાવ્યા હતા.

મોરબીમાં સર્વધર્મ સંમભાવ થકી દેશભાવના જાગૃત કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવે છે.યંગ ઇન્ડિયા ગ્રુપની આપવાના આનંદની વિચારધારા મુજબ જ ગ્રુપના તમામ સભ્યો પોતાના જન્મદિવસની યાદગાર ઉજવણી કરે છે.ત્યારે આજે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો જન્મદિવસ છે. તેમણે પણ યંગ ઇન્ડિયા ગ્રુપની આપવાના આનંદની વિચારધારા મુજબ પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.જેમાં સરકારી સ્કૂલના બાળકો તેમજ મનોવિકલાંગ બાળકો અને તેમના માતા-પિતાને સ્કાઇ મોલ સિનેમામાં લઈ જઈ ફિલ્મ દર્શાવ્યું હતું સાથેસાથે મનગમતું સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું.
