વાંકાનેર તાલુકાના દલડીગામની સીમમાં આવેલ પીપરવાડી નજીક માલઢોર ચારવાની મનાઈ કરતા આરોપીએ યુવક ઉપર લાકડી વડે હુમલો કર્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દલડીગામની સીમમાં આવેલ પીપરવાડી તરીકે ઓળખાતી વાડીએ જાહીદભાઇ અલીભાઇ સેરશીયા (ઉ.વ. ૩૫)ના મગફળીના ખેતરમા દલડી ગામે રહેતો આરોપી રૂડા ડાયા ભરવાડ પોતાના માલઢોર લાવી ભેલાણ કરતો હતો આથી જાહિદભાઈએ ખેતરમાં માલઢોર ચારવાની ના પાડતા આરોપી રૂડા ભરવાડે ઉશ્કેરાઇ જઇ જાહિદભાઈને ગાળો આપી લાકડી વડે માર મારતા ગંભીર ઇજા થવા પામી હતી. જેથી જાહિદભાઈએ ડાબા ગાલમા પાંચ ટાંકા આવતા તેઓએ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.