મોરબી: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા સાહસિક પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૦ આપવામાં આવનાર છે. તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ માટે જેમણે સાહસિક પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ સિધ્ધિ પ્રાપ્ત થયેલ હોય, ઉત્તમ પ્રદર્શન કરેલ હોય, નેતૃત્વના શ્રેષ્ઠ ગુણ તથા સાહસની શિસ્તની ભાવના તથા જમીન, હવા અને પાણીના ક્ષેત્રોમાંથી એકમાં સતત સિધ્ધી મળેલી હોવી જોઈએ તેઓ આવેદન કરી શકે છે.
આ એવોર્ડ ૪ વિભાગ (લેન્ડ એડવેન્ચર, વોટર એડવેન્ચર, એર એડવેન્ચર, લાઇફ ટાઇમ અચિવમેન્ટ ફોર એડવેન્ચર) મુજબ મળવાપાત્ર રહેશે. ઉમેદવારોએ ગુગલ ડ્રાઈવની લિન્ક: http://drive.google.com/file/d/13NDYplolBSCiXpfRptUkllLCN2Vvq0pa/view?usp=drivesdkપરથી નિયત નમૂનામાં ફોર્મ મેળવી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબીના ઇ-મેલ આઈડી :dydomorbi36@gmail.com પર તા. ૨૨/૦૬/૨૦૨૧ સાંજના ૬.૦૦ વાગ્યા સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવેલ છે.