મોરબીમાં થોડા સમય પહેલા મોરબી સનાળા રોડ ખાતે આવેલ સરદાર બાગની પાછળ આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ ભાઈચંદભાઈ ખંધડીયા દ્વારા વ્યાજ વટાવના ચક્રમાં પોતે ફસાયેલા હોવાનો ઘટના સામે આવી હતી ત્યારબાદ ફરિયાદી ભાવિનભાઈ ને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય
ત્યારે આ બાબતે હાલ ભાવિનભાઈએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ આ કામના આરોપી અમિત દેવાભાઈ અવાડિયા રહે ધર્મસૃષ્ટિ સોસાયટી બાયપાસ રોડ વાળા એ ફરિયાદી ભાવિનભાઈ ખંધડીયાને તેના ફોન નંબર પર ફોન કરી ભૂંડા બોલી ગાળો આપી “તમે તમારી તૈયારીમાં રહેજો” કહી જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હોય ત્યારે આ બાબતે ફરિયાદી ભાવિનભાઈ ની ફરિયાદને ધ્યાને લઈ પોલીસે આ કામના આરોપી અમિત દેવાભાઈ અવાડિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
