મોરબી તાલુકા ગૂંગણ ગામના ગોહેલ પરિવાર દ્વારા દાદાની પુણ્યતિથિ નિમિત્તે ડો.બી.આર.આંબેડકર પુસ્તકાલયમાં પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જરૂરી પુસ્તકો મળી રહે તે હેતુથી પુસ્તકાલયમાં અનુદાન આપી દાદાને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
ગુંગણ ગામના સ્વ.દાનાભાઈ મેઘાભાઈ ગોહેલની ૨૫મી પુણ્યતિથિ નિમિત્તે ગોહિલ પરિવાર દ્વારા લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવેએ હેતુથી સમતા ફાઉન્ડેશન મોરબી દ્વારા ચાલતા ડો.બી.આર.આંબેડકર પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો માટે રૂ.૧૫૫૫૫ રૂપિયાનું અનુદાન આપવામાં આવેલ હતું. ત્યારે પોતાના સ્વજનની યાદમાં કરેલ આ અનુદાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક અને યુવતીઓ કે જેઓ વાંચવા માટે મોંઘા પુસ્તકો ખરીદી નથી કરી શકતા તેઓ માટે ખરેખર આશીર્વાદ રૂપ સાબિત થઈ શકશે તેમ ડો.બી.આર આંબેડકર પુસ્તકાલય સંચાલકે જણાવ્યું હતું.