ટંકારા તાલુકાના ટોળ ગામથી ટંકારા સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો ઉપરાંત પસાર થતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી. બાવરવાએ ટોળ ગામથી ટંકારા સુધીના રોડને ડામર બનાવવા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ટોળ ગામને ટંકારા તાલુકા મથક સાથે જોડતો રોડ ખુબજ વિસ્માર હાલતમાં છે. આ રોડને ડામર સરફેસ કાર્યને ઘણો સમય થઇ ગયો છે. હાલમાં આ રોડ ચાલવા લાયક નથી અને અકસ્માતો પણ થાય છે. તેમજ લોકોના વાહનોને પણ નુકશાન થાય છે. આ રોડ ઉપરનો કોઈ સર્ગભા સ્ત્રીને લઈને હોસ્પિટલ જવાનું હોય તો ને હોસ્પીટલના પહોંચે તે પહેલા પ્રસ્તુતિ થઇ જાય અને સ્ત્રીના જાનને જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતિ છે. આ રોડને તાત્કાલિક ડામરથી મઢવા બાબતે લાગતા ડીપાર્ટમેન્ટને આદેશો કરી આ કામ જલ્દી ચાલુ થાય તેવી માંગ છે.