ટંકારા સરકારી હોસ્પિટલ નજીક રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર હથીયાર પીસ્ટલ નંગ-૦૨ તથા જીવતા કાર્ટીઝ નંગ-૮૦ તથા ત્રણ મેગજીન તથા એક હથીયાર ઉપર લગાવવાનુ ટેલીસ્કોપીક સાથે ટંકારા પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો.
ટંકારા પોલીસ સ્ટેશનને બાતમી હકીકત મળતા પોલીસ સ્ટાફના ટીમ સાથે ટંકારા સરકારી હોસ્પીટલ સામે રહેતા આદમભાઇ ઉર્ફે આદુ ઇસાભાઇ અબ્રાણીના રહેણાક મકાને રેઇડ કરી હતી. આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર હથીયાર પીસ્ટલ નંગ-૦૨ (કી.રૂ-૨૦,૦૦૦) તથા અલગ અલગ જીવતા કાર્ટીઝ નંગ-૮૦ (કી.રૂ-૮,૦૦૦) તથા હથીયાર ઉપર લગાવવાનુ ટેલીસ્કોપ (કી.રૂ-૨,૦૦૦) તથા ખાલી મેગજીન નંગ-૦૩ મળી કુલ મુદામાલ રૂ-૩૦,૦૦૦ સાથે પકડી પાડેલ છે.
અને આ ગેરકાયદેસર હથીયાર તથા કાર્ટીઝ આરોપીને મોરબીના ચકચારી મર્ડર કેશ મહમદ હનીફ ઉર્ફે મમ્મુ દાઢીના હત્યામા સંડોવાયેલ મોરબીના કુખ્યાત આરીફભાઇ ગુલમામદભાઇ મીર તથા એક અજાણ્યો ઇસમ આપી ગયેલ હોવાનુ ખુલ્યું હતું. જેથી આરોપી આરીફભાઇ ગુલમામદભાઇ મીર (રહે.કાલીકા પ્લોટ મોરબી), આરીફ મીર સાથે આવેલ એક અજાણ્યો ઇસમ વિરૂધમા ટંકારા પોલીસ સ્ટેશનમા આર્મ્સ એકટ કલમ- ૨૫(૧-બી)એ, ૨૯, તથા જી.પી.એકટ કલમ-૧૩૫, મુજબનો ગુન્હો રજી.કરાવી પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.