(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
મોરબી: સમગ્ર ગુજરાતમાં વધતાં કોરોનાને કેશને લઇને મોરબી સહીત 20 શહેરોમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ આંશિક લોકડાઉન કરી દેવાના નિર્ણયો લેવાયા છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ધાર્મિક દેવસ્થાનો પણ બંધ કરી દેવામાં આવી રહ્યા છે. જેમાં ટંકારાના સજનપર ગામ પાસે આવેલ નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) મોરબી જિલ્લામાં કોરાના સંક્રમણને ધ્યનમાં રાખીને તા.30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.