(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા) મોરબી જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. ત્યારે ટંકારામાં કોરોના ટેસ્ટ માટેની કીટની અછત થતાં ભાજપના આગેવાનોએ સ્વ ખર્ચે કોરોના ટેસ્ટની કીટની વ્યવસ્થા કરી આપી હતી. અને લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.
ટંકારાના લજાઈ પીએચસી સેન્ટર ખાતે રેપિડ કીટની અછત વચ્ચે સરકાર દ્વારા અપાતી કીટ ઉપરાંત જીલ્લા પંચાયત સદસ્ય નથુભાઈ કડીવાર ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેશ લિખિયા અને વલમજીભાઈ રાજપરા દ્વારા પોતાના ખર્ચે ૨૦૦ કીટની વ્યવસ્થઆ કરીને મોટા ભાગના દર્દીના ટેસ્ટ પુરા કરાવેલ હતા. ત્રણે આગેવાનો ઉપરાંત લજાઈ સરપંચ પીએચસી ખાતે સવારથી હાજર રહીને પીએચસી સ્ટાફ સાથે સંકલન કરીને વ્યવસ્થા કરાવેલ હતી.