ટંકારા : બજેટને હર્ષભેર તાલુકા પંચાયતના સદસ્યા ચાર્મીબેન સેજપાલે આવકારેલ છે
નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલ બજેટને ટંકારા તાલુકામાં જોરદાર આવકાર મળે છે. વેપારીઓ, નોકરિયાતો એ સાત લાખ રૂપિયા સુધીની આવક કર મુક્ત જાહેર થતાં આનંદની લાગણી ફેલાયેલ છે. મહિલાઓ માટે તથા સિનિયર સિટીઝનો માટેની બચત યોજનાઓ પણ આવકારદાયક છે. મોદી સરકાર દ્વારા સપ્તર્ષિ યોજનાઓને જાહેર કરાયેલ છે. રેલવે બજેટ બમણું કરી 2.4 લાખ કરોડ ફાળવાયેલ છે તેને આવકારેલ છે તેનાથી મોરબી જીલ્લા ને લાંબા અંતરની ટ્રેનો મળશે અને લોકોને સુવિધા મળશે. ચારમી ચાર્મી બેન સેજપાલે મોરબી રાજકોટ વચ્ચે ટ્રેન શરૂ કરવ માંગણી કરેલ છે