મોરબીના શનાળા રોડ પર મોરભગતની વાડી ગોકળદાસ પ્રાગજીદાસના જીન પાછળ રહેતા ગૌતમભાઇ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૪૨) એ આરોપી સ્વીફ્ટ ડીઝાયર ગાડી રજીસ્ટર નંબર -જીજે-૦૩-ઈઆર-૭૨૬૯ ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ તેના હવાલાવાળી સ્વીફટ ડીઝાયર ગાડી રજીસ્ટર નંબર- GJ- 03- ER-7269 ની પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદિના પિતાના હવાલાવાળા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ- 03- HD-9743 ની પાછળ ભટકાવી ફરીયાદિના પિતાને પછાડી દેતા માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.