ટંકારા દેરીનાકા સર્કલ સમુહ સ્થાન સાથે બેઠકનુ બેમિશાલ કેન્દ્ર બનાવવા માંગણી
દયાનંદ ગેટ થી બગીચા સુધી સુંદર વ્યવસ્થા કરી પર્યટન સ્થળ બને માટે પ્રયાસ શરૂ શહેરના લોકો પરીવાર સાથે હરીફરી અને બેસી શકે ઉપરાંત ડેમી નદી કિનારે કિંડાગણ અને રિવરફ્રન્ટ પણ આકાર પામી શકે છે
ટંકારા નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ શહેરમા ખુબ આનંદ અને ઉલ્લાસનો માહોલ સર્જાયો છે દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી ટંકારા ખાતે 200 મી જન્મ જયંતિ ની કાયમી સ્મૃતિ ભેટ સાથે કરોડોના ખર્ચે રોડ રસ્તા સર્કલ ફૂટફાટ સહિતના કામો થયા છે જેને નગરજનો પરીવાર સાથે બેસીને ખુબ રાજીપો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આની જાણવણી અને વધુ સુધડ બનાવવા લોક માંગ ઉઠી છે.
ટંકારા દેરીનાકા પંચમુખી હનુમાન ગેટ અને જ્ઞાન મંદિરના પાછળ ડેમી નદી કિનારે સુંદર કિંડાગણ અને રાછપિંછ સાથે ખાણી પીણી ની હંગામી પરમિશન આપી વિકાસ કામો ધપાવવા અને વર્તમાન સમયમાં ફેમિલી સાથે હરી ફરી શકે એવુ સ્થાન અપાવવા માટે તખ્તો તૈયાર થઇ રહો છે જે નગરપાલિકા કાર્યરત થયા બાદ મંજૂરીની મહોર લાગે એવી વાતો વહેતી થઈ છે. જેનાથી નગરજનો ને વધુ એક સુવિધા ઉપલબ્ધ થશે. આ માટે શ્રી દુલભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા ખુબ ઉમદા પ્રયાસ કરી રહ્યા છે અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી ટંકારા માટે મોડલ મેપ બનાવવા સુચના આપી છે.