ટંકારા: ગુજરાત સરકાર દ્વારા શિક્ષકો માટે આજરોજ તા.24ના રોજ ટંકારા તાલુકામાં છ સેન્ટર ઉપર શિક્ષણ સર્વેક્ષણ પરીક્ષા યોજાયેલ હતી.
જેમાં ટંકારા, નાના ખીજડીયા, લજાઈ મીતાણા નેકનામ તથા ઓટાળા સેન્ટરોમાં 330 શિક્ષકો માટે પરીક્ષા યોજાયેલ તેમાં 194 શિક્ષકોએ પરીક્ષા આપેલ છે. શિક્ષણ સર્વેક્ષણ માટે લેવાયેલ પરીક્ષાનો શિક્ષકોમાં ખૂબ જ વિરોધ થયેલ. શિક્ષક સંઘના આગેવાનોએ પણ જોરદાર વિરોધ નોંધાવેલ. શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષક સર્વેક્ષણ પરીક્ષા મરજીયાત હોવાની જાહેરાત કરાઈ હતી. આમ છતાં 60 ટકા શિક્ષકોએ શિક્ષક સર્વેક્ષણ પરીક્ષા આપી પોતાની યોગ્યતા સાબિત કરેલ છે.