મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા રણજીતભાઈ ગણેશભાઈ ડાભી (ઉ.વ.૩૭) એ આરોપી સફેદ કલરની અજાણ્યો ફોરવ્હીલ કારનો ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર- GJ-36-W-2170 વાળીમા પેસેન્જર બેસાડી જતા હોય તે વખતે અજાણ્યા ફોરવ્હીલ કાર ચાલકે ફરીયાદીની રીક્ષાને પાછળથી ઠોકર મારી રીક્ષાને રોડની સાઇડમા રહેલ લોખંડ પતરાના ડીવાઇડરમા ધુસાડી દેતા ફરીયાદિપે માથાના ભાગે સામાન્ય ઇજા તથા ડાબા પગના ઢીચણના ભાગે ફેકચર જેવી ઇજા કરી તથા એક સાહેદ પેસેન્જરને માથાના ભાગે તથા શરીરે મુંઢ ઇજા કરી તથા બીજા સાહેદ પેસેન્જરને શરીરે ઇજાઓ કરી તથા જમણા પગમાં ગંભીર ઇજા કરી પોતાનુ વાહન લઈ કાર ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.