ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ સ્વામિની સ્કૂલ પાછળ બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૪ કિં રૂ. ૨૮,૯૦૮ નો મુદ્દામાલ ટંકારા પોલીસે રેઇડ દરમ્યાન ઝડપી પાડયો છે જ્યારે આરોપી વિજયસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા રહે. નેકનામ તા. ટંકારાવાળા સ્થળ પરથી નાસી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.