Friday, April 25, 2025

ટંકારામાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું સન્માન આગેવાની કાર્યક્રમ કરવા બદલ કોને દંડ ફટકાર્યો જાણો…!!

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)

સમાજ પહેલા પછી રાજકીય પક્ષ સગા ભત્રીજાને દંડ ફટકાર્યો

ટંકારા: આમ આદમી પાર્ટીની ટીમ જનસંવેદના કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાની મુલાકાતે આવી હતી.એ વેળાએ બ્રહ્મસમાજ – ટંકારા દ્વારા આપ ના ગોપાલ ઈટાલીયાનુ સન્માન કરાયાની જાણ બ્રહ્મસમાજ-ટંકારા ના પ્રમુખને થતા તેઓ આગબબુલા થઈ ઉઠયા હતા. અને સન્માનની આગેવાની લેનાર સગા ભત્રીજાનો ઉધળો લઈ સમાજને એક પણ રાજકીય પક્ષ સાથે ન જોડવા તાકિદ કરી રૂ. અગીયારસો દંડ ફટકારી દાખલારૂપ કડક પગલા ભર્યા હતા.

ગત બુધવારે ટંકારા તાલુકાની મુલાકાતે આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ જનસંવેદના યાત્રા લઈને કોરોનામા મૃત્યુ પામેલા મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા આવી હતી. આ વેળાએ ટંકારા ખાતે બ્રહ્મસમાજના અમુક સભ્યોએ આપના ગોપાલભાઈ ઈટાલીયાનુ પુષ્પ ગુચ્છ થી સન્માન કર્યું હતુ. જોકે, ઈટાલીયાના કર્મકાંડી ભૂદેવો અને કથાકારો વિરૂધ્ધ લવારા કરતા જુના વિડીયોથી સમગ્ર ભૂદેવ સમાજ નારાજ છે. એ વખતે સન્માન કરવુ ઉચિત ન હોવાની બાબતે બ્રહ્મસમાજ-ટંકારાના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી નારાજ થયા હતા. અને હાથા નહી બનવાના ઓઠા હેઠળ કાર્યક્રમનુ આયોજન કરનારાઓને તાકિદનુ તેડુ મોકલી તેડાવ્યા હતા.

ઉપસ્થિત સભ્યોને બંધ બારણે બરાબરના ખખડાવી ફરી આવુ નહી કરવા આકરા શબ્દોમા સુચના આપી હતી. સન્માનનુ આયોજન કરનાર હર્ષ ત્રિવેદી પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીનો સગો ભત્રીજો હોવા છતા સમાજના ભોગે રાજરમત નહી સાંખી લેવાનુ કહી ઉધડો લેવાયો હતો. અને સમાજ સંસ્થાને પોતે હોદા ઉપર રહેશે ત્યા સુધી એક પણ રાજકીય પક્ષનો ક્યારેય હાથો નહી બનવા દયે અને એક પણ રાજકીય પક્ષની તળીયા ચાટવાની ચેષ્ટા કયારેય સાંખી નહીં લેવાય એવી તાકિદ કરી સગા ભત્રીજાને પ્રમુખની પૂર્વ મંજુરી વગર આયોજન કરવા બદલ રૂ. ૧૧૦૦/- રોકડ દંડ ફટકાર્યો હતો. દાખલારૂપ કડક કાર્યવાહી કરી હતી. બ્રહ્મસમાજ પ્રમુખના આકારા તેવરની સૌરાષ્ટ્રભરના ભૂદેવોમિ ભારે પ્રસંશા થઈ રહી છે.

આ અંગે બ્રહ્મસમાજ-ટંકારાના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીનો સંપર્ક કરતા તોઓએ જણાવ્યુ હતુ કે, બ્રહ્મસમાજ ક્યારેય કોઈ નો વિરોધ કરનારો સમાજ નથી. ભૂદેવો વિશાળ હ્યદયના હોય છે. કદી કોઈ પ્રત્યે રાગદ્વેષ ન હોય આમ આદમી પાર્ટી ના વિરોધી નથી. સમાજ સંસ્થાની વિચારધારા, ઘડેલા નિતી-નિયમો નો ભંગ થતા પરીવારના મોભી તરીકે ઠપકો આપ્યાનુ જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,405

TRENDING NOW