ટંકારાના વિરપર ગામે ઘરમાંથી ગઠીયો મોબાઈલ ચોરી કરી ગયો
ટંકારા: ટંકારા તાલુકાના વિરપર ગામે રાત્રે ઘરમાંથી મોબાઈલ ચોરી કરી ચોર લઈ ગયો હવાની ભોગ બનનારે ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જુના વિરપર ગામે રહેતા દીનેશભાઈ હરજીવનભાઈ ઝાલરીયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે અજાણ્યા ચોર ઇસમે સાહેદના ઘરમા રાત્રીના ગેરકાયદેસર પ્રવેશ કરી દરવાજો ખોલી ફરીયાદીનો વીવો કંપનીનો એસ-૧ પ્રો વ્હાઇટ કલરનો મોબાઇલ જેના IMEI NO-869264046602035 નો કિ.રૂ. ૧૦,૦૦૦/- નો ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનાર દીનેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.