(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા: કોરોના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા ટંકારા તાલુકાના વિરપર ગામમાં રાત્રી ના ૮ સુધી જ દુકાનો ખુલ્લી રાખવા ગ્રામજનોને સુચના આપવામાં આવી છે.
ટંકારા તાલુકાના વિરપર ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ચાવડાએ ગ્રામજનો જોગ યાદીમાં જણાવ્યું છે કે, નેકનામ ગામમાં કોરોના કેસો વધી રહ્યા હોય જેથી ગ્રામજનોએ માસ્ક ફરજીયાત પહેરવું તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને કામ સિવાય ઘર બહાર નીકળવું નહિ જયારે ઠંડાપીણા, ચાની લારી અને કારીયાના દુકાન તેમજ મોબાઈલ દુકાન કે અન્ય એજન્સીઓને સવારે ૬ થી રાત્રીના ૮ સુધી જ દુકાનો ખુલ્લી રાખવી અને બહારથી ફેરિયાઓએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેમ જણાવ્યું હતું.