ટંકારાની લતીપર ચોકડી નજીકથી ગૌવંશને ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધેલ હાલતમાં ટ્રકને ગૌરક્ષકોએ ઝડપી લીધો હતો. ટ્રક ચાલક સહિત અન્ય બે ઇસમો વિરૂધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના કલ્યાણપર ગામ તરફથી આવતી એક આઇસર ટ્રકમાં ગૌવંશને લઈ જતા હોવાની ગૌરક્ષકોને બાતમી મળી હતી. જેથી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કે.બી.બોરીચા, બજરંગદાસ પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, વૈભવભાઈ પટેલ ગૌરક્ષક કમાન્ડો ફોર્સ, હીતરાજસિંહ ગૌરક્ષક, પાર્થભાઈ પટેલ અખિલ વિશ્વ ગૌરક્ષક, ઇશ્વરભાઇ મહાકાલ ગ્રુપ, વી.કે.ઝાલા, સંદીપભાઈ ડાંગર, કિરીટભાઈ, લાલાભાઇ મકવાણા સહિતની ટીમ બાતમી આધારે ટંકારાની લતીપર ચોકડીએ આઇસર નં.GJ-03-BW-3959ને રોકીને ગૌરક્ષકોની ટીમે તલાસી લીધી હતી.

આઇસર ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધેલ હાલતમાં ગાયો સાત અને એક વાછરડો મળી કુલ આઠ ગૌવંશને રાખેલ હતા. જેથી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કે.બી બોરીચાએ આરોપી આઇસર ચાલક શૈલેષ માનસિંગ ચૌહાણ (રહે.નારણકા શિવ શક્તિ હોટલ પાસે તા.પડધરી જી.રાજકોટ મુળ.એમ પી), સાગર લખમણ ઝાપટા (રહે.તરઘરી તા.પડધરી), હનિફભાઈ (રહે.કલ્યાણપુર તા.ટંકારા) વિરૂધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
