ટંકારાના છતર જીઆઇડીસીમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
ટંકારા: ટંકારા તાલુકાના છતર જીઆઇડીસીમાં સત્યમ પોલીમર્સના ગોંડાઉનમાથી વિદેશી દારૂનો જંગી જથ્થો ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના છતર ગામે આવેલ જીઆઇડીસીમાં આવેલ પ્લોટ નંબર-૧૨૩ સત્યમ પોલીમર્સના ગોંડાઉનમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૫૦૫૬ કિં રૂ. ૨૮,૦૫,૧૨૦ ના મુદ્દામાલ ઝડપી પાડી આરોપી છતર જીઆઇડીસીમાં આવેલ સત્યમ પોલીમર્સ ગોડાઉનના કબજા ભોગવટાદાર વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.