ટંકારા તાલુકાના ઓટાળા ગામે વાડીએ પાણીની કુંડીમાં પડી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા રાયસીંગભાઈ ટિકીયાભાઈ ડામોર (ઉ.વ.૩૫) ઓટાળા ગામે કેશવજીભાઇ રાઘવજીભાઇની વાડીએ પાણીની કુંડીમાં કોઈ કારણસર પડી જતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.