ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે ઓટાળા ગામે કોળીવાસમા જુગાર રમતા આરોપીઓ અલ્પેશ ઉર્ફે કનો મશરૂભાઈ ગોલતર, રાજુભાઈ રણછોડભાઈ પીપળીયા,નથુભાઈ ગંગારામભાઈ છીપરીયા, શ્રવણભાઈ મનસુખભાઈ આડેસરા, સાગરભાઈ મનસુખભાઈ છીપરીયા, સાગરભાઈ સક્તાભાઈ ગોલતર, મનોજભાઈ વાલજીભાઈ છીપરીયા, શૈલેષભાઈ મનસુખભાઈ આડેસરા, (રહે બધાં ઓટાળા તા ટંકારા) ભરતભાઈ બાબુભાઈ (રહે મોરબી ત્રાજપર મોરબી) ને રોકડા રૂ ૨૧૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી નવે ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.