Wednesday, April 23, 2025

ઝાલાવાડ સુપર સિંગર ગ્રાન્ડ ફિનાલે આવતી કાલે સુરેન્દ્રનગર માતોશ્રી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ – ભવિષ જોષી – સુરેન્દ્રનગર)
ઝાલાવાડ સુપર સિંગર ગ્રાન્ડ ફિનાલે આવતી કાલે સુરેન્દ્રનગર માતોશ્રી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે

ગુજરાત માં હાલ અનલોક માં જ્યારે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે ત્યારે હાલ ગુજરાત ફરી ધબકતું થયું છે. તેવામાં હાલ સુરેન્દ્રનગર ખાતે સાઝ મ્યુઝિક દ્વારા ઝાલાવાડ સુપર સિંગરપર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તારીખ ૦૪/૦૭/૨૦૨૧ થી શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાત ભર થી અલગ અલગ નામી અનામી સિંગરોએ ભાગ લીધો છે..સ્પર્ધા માં સિંગરો દ્વારા અલગ અલગ નવા જૂના ગીતો ની રમજટ બોલવામાં આવી છે.સ્પર્ધા માં અલગ અલગ રાઉન્ડ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ઓડિશન માં થી નિર્ણાયકો દ્વારા સિંગરો ની પસંદગી કરવામાં આવી હતી જેમાં પસંદગી પામેલ સિંગરો ને આગળ ના રાઉન્ડ માં મોકલી તેમની યોગ્યતા ચકાસવામાં આવે છે.અને હાલ આ સ્પર્ધા ના સેમિફાઇનલ રાઉન્ડ માં ૩૬ લોકો ની પસંદગી કરવામાં આવી હતી.જેમાં નિર્ણાયકો દ્વારા ૧૨ સિંગર ને ફાઇનલ રાઉન્ડ માં સ્થાન મળ્યું છે..અને આવતી કાલે તારીખ ૨૫/૦૭/૨૧ ના રોજ સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઇવે પર માતોશ્રી પાર્ટી પ્લોટ ખાતે ગ્રાન્ડ ફીનાલે નું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધા ને સફળ બનાવવા સાઝ મ્યુઝિક ના ડાયરેકટર ભગીરથભાઈ ભટ્ટ તેમના સાથી કલાકાર મિત્રો તેમજ સાઝ મ્યુઝિક ની ટીમ દ્વારા ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે ડી.વી શાહ સાહેબ,હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી,બાર એસોસિયેશન પ્રમુખ પ્રવિણસિંહ બી ઝાલા તેમજ નિર્ણાયક તરીકે મ્યુઝિક ડાયરેકટર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ તેમજ વર્ષાબેન કુલકર્ણી ખુશ્બુ ગુજરાત કી અને તનવી બેન ઝાહ ચીફ સેક્રટરી અખિલ ભારતીય નગર પરિષદ હાજર રહેશે.હાલ ગ્રાન્ડ ફિનાલે ને લઈ ને સુરેન્દ્રનગર માતોશ્રી ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW