Wednesday, April 23, 2025

ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબી નો ૨૨ મો સ્નેહ મિલન સંમેલન ૨૨/૧૨/૨૦૨૪ ને રવિવારે કલાસીક પાટીઁ પ્લોટ લીલાપર રોડ ખાતે યોજવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

શ્રી ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબી નો ૨૨ મો સ્નેહ મિલન સંમેલન ૨૨/૧૨/૨૦૨૪ ને રવિવારે કલાસીક પાટીઁ પ્લોટ લીલાપર રોડ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં બપોર ૧:૦૦ વાગ્યે બાળકોની રમતગમતની હરીફાઈ યોજાઈ હતી,બપોરે ૩:૩૦ કલાકે માનનીય સાંસદ શ્રી પરસોત્તમભાઇ રૂપાલા દ્વારા દિપપ્રાગટય કરી સમારંભ શરૂ કરવામાં આવ્યો હતો.સમારંભ અધ્યક્ષ સ્થાને પાટીદાર ભામાશા ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ) હતા મુખ્ય મહેમાન તરીકે શ્રી જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા,શ્રી દુર્લભજીભાઈ દેથરિયા તથા શ્રી પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ સંસ્થા ના આગેવાનો કન્યા છાત્રાલય સુરેન્દ્ર નગરના પ્રમુખ કાનજી ભાઈ પટેલ,ઉમાસંકુલ ધ્રાંગધ્રા ના પ્રમુખ મુકેશભાઈ પટેલ,ઉમાસંકુલ માલવણ ના પ્રમુખ શિવલાલભાઈ પટેલ, ઝાલાવાડ ખાખરીયા સમાજ રાજકોટ ના પ્રમુખશ્રી અમિતભાઈ પારેજીયા લખતર ઉમાધામ ના પ્રમુખશ્રી હસમુખભાઈ હાડી તથા સમૂહ લગ્ન સમિતિ મોરબી ના પ્રમુખ મનુભાઈ કૈલા હાજર રહ્યા હતાં તેમજ જિલ્લા પંચાયત સુરેન્દ્ર નગર ના પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ અને S.P.C.T અમદાવાદ ના પ્રમુખ ધનજીભાઈ સુરાણી એ શુભ સંદેશો આપ્યો હતો તેમજ અગ્રણી બિલ્ડર પરેશભાઈ પટેલ,જીવરાજભાઈ ફૂલતરીયા,ગણેશભાઈ મેથાણીયા,અનિલભાઈ વરમોરા તથા મનોજભાઈ એરવાડિયા તથા ઝાલાવાડ સમાજ ના પૂર્વ પ્રમુખો હાજર રહ્યા હતાં ,ત્યાર બાદ ઝાલાવાડ સમાજ ના ધોરણ ૧ થી લઈ પી.એચ.ડી. સુધી નાં તેજસ્વી તારલા ઓને મહાનુભવો ના હસ્તે શીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઝાલાવાડ સમાજ ના પ્રમુખ પ્રકાશભાઈ કાચરોલા ની ટર્મ પૂરી થતાં તેમનું સન્માન કરી વિદાય આપવામાં આવી હતી અને નવા પ્રમુખ તરીકે શ્રી મહેશભાઈ ભોરણિયા તથા ઉપ પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ નાયકપરા ની નિમણૂક કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભોજન દાતા શ્રી પરષોતમભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ)તથા મહેશ ભાઈ ભોરણીયા (કૂશ ટ્રેડર્સ) નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાત ના પ્રખ્યાત હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામલીયા નો હાસ્યરસ નો કાર્યક્રમ રાખવામાં આવેલ જેનો બાળકો તથા વડીલો એ ખૂબ આનંદ લીધો હતો. આ કાર્યક્રમ ને ખૂબ સારી રીતે સફળ બનાવા ઝાલાવાડ સમાજ મોરબી ના તમામ કાર્ય કર્તાઓ જહેમત ઉઠાવી હતી..

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW