જોડિયા માં ભુગર્ભ ગટર ની સમસ્યા ભ્રષ્ટ તંત્ર ના પાપે ગામલોકો ભોગવે છે_!
જોડિયા:- તાલુકા મથકે ૨૦૧૫ ના વર્ષ ૧૧ કરોડ ના લાગત થી ભુગર્ભ ગટર યોજના ની નિર્માણ કામગીરી બાદ, યોજના હેઠળ ગામમાં ૧૮ સૌ કુંડીઓ ઉભરાંવુ રેકોર્ડ બનવા જઈ રહ્યું છે અમુક ગટર ની કુંડી માં દુષિત પાણી કરમસર આગળ ના પ્રવાહ અટકતા જેના કારણે ભુગર્ભ ગટર ની કુંડી માં ઉભરાતા શેરી હોય અથવા જાહેર માર્ગ માં વહેતાં રાહગિરો માટે દુષિત પાણી માં ચાલવા સિવાય છુટકો નથી, જોડિયા ના ચારચોક વચ્ચે પાંચવી વખત કુંડી છલકાણી, આ પહેલા પંચાયત તંત્ર દ્વારા જેટિંગ મશીન દ્વારા કુંડી ની સફાઇ ની કામગીરી કરાઈ હતી.મહોરમ પર્વ ને લઈને લઘુમતિ સમાજ ની રજુઆત પછી પંચાયત તંત્ર જાગૃત થતાં ચાર ચોક ની કુંડી ની સફાઇ ની કામગીરી કરવામાં આવી. તાજીયા ના સરઘસ સમય બપોર અને રાત્રે સમય ચારચોક વચ્ચે મોટા વાસ નો તાજીયો નું વિશ્રામ સથળ હોય છે. મહોરમ સુધી ગામલોકો ને દુષિત પાણી થી રાહત/ મુક્તિ _!