જોડિયા માં ગણેશ વિસર્જન ની મોટી સમસ્યા-!
જોડિયા:- ચાર વર્ષ પહેલાં ગામના જુદા જુદા પંડાલમાં શ્રી ગણપતિ બાપા ની સ્થાપના બાદ વિસર્જન માટે ગામના ભાવિકો દ્વારા જોડિયા ના દરિયા માં બોટ દ્વારા વિસર્જન કરતાં હતા. અમુક પંડાલાઓ આયોજક તાલુકા ના બાલાચડી ના દરિયામાં વિસર્જન વિધિ કરેલ છે પરંતુ ગામલોકો દરિયા ને બદલે બાદનપર (જોડિયા) ના સીમ વિસ્તારમાં શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર ની સામે તળાવ માં ગણપતિ બાપા નું વિસર્જન કરી રહ્યા છે. અત્યાર સુધી પાંચ છ: જોડિયા ગામની નાનીમોટી ગણપતિ બાપા ની મુર્તિ નું વિસર્જન થઈ ચુકયું છે. અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૧૩/૯/૨૪.