જોડિયા પંચાયત નું લખાણ સત્ય થી પરે_!
અહેવાલ રમેશ ટાંક જોડિયા.
જોડિયા:- ભુતકાળ નું લખાણ વર્તમાન માં સત્ય થી પરે જયારે વાસ્તવિકતા ગામ ની અંદર કંઈક જુદું જોવા મળે રહી છે. જયારે પણ લોકો કામ અર્થે જોડિયા ની ગ્રામ પંચાયત ની કચેરી માં જતાં હોય છે. ત્યારે કચેરી ની જાહેરાત બોડ ની નીચે લખાણ ” સ્વચ્છ ગામ, સુંદર ગામ ” કદાચ રાજાશાહી માં હોઈ શકે પરંતુ લોકશાહી માં કદાપિ નહિ. પંચાયત રાજ માં ગામ ને સ્વચ્છ ગામ, સુંદર ગામને ભ્રષ્ટ સતાધીશો નું પાપ નું ગ્રહણ લાગ્યું હોય ઠેર ઠેર ગંદકી લોકો ને અનુભવ કરાવે છે. સ્વચ્છ ગામ, સુંદર ગામ ની કલ્પના જોડિયા ગ્રામ પંચાયત ના સતાધીશો/ અધિકારીઓ માંટે ” મુંગેરી લાલ કે હસીન સપને જેસે ” કેન્દ્ર સરકાર નુ સ્વચ્છતા અભિયાન જોડિયા માં તંત્ર દ્વારા માત્ર ફોટોસેશન નું નાટક. ” ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત.” કહેવત પુરતું__!