જોડિયા ના કુંનડ ગામે જીલ્લા ભાજપા પ્રેરિત ” સર્વ રોગ નિદાન કાર્યક્રમ યોજાયેલ_!
જોડિયા :- વર્તમાન સમયમાં મિશ્ર ૠતુ વાતાવરણ પલટતા નાગરિકો રોગચાળો થી બિમાર બને છે. નાગરિકો નું સ્વસ્થ જળવાઈ રહે તે ઉદેશ્ય થી ગુજરાત ની ભાજપ સરકાર ના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ. અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર જી ના માર્ગ દર્શન હેઠળ જીલ્લા ભાજપા દ્વારા જીલ્લા ના ૬ તાલુકા ના ગામડાઓમાં ૧૮/૮/૨૪ ના રોજ સર્વ રોગ નિદાન કાર્યક્રમ ના ભાગરૂપે જોડિયા તાલુકા ના કુંનડ ગામે નિ:શુલ્ક નિદાન ના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનું ઉદધાટન વિધિ ધોલ-કાલાવડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ના વરદ હસ્તે દીપ પ્રગટય વિધિ બાદ ત્યાં ગામજનો માટે નિદાન કેમ્પ ખુલો મુકાયો હતો, સર્વ રોગ નિદાન કેમ્પ કાર્યક્રમ માં જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા.તાલુકા ભાજપ ના પ્રમુખ ભરતભાઈ દલસાણિયા. જોડિયા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખો અધેરા જેઠાલાલ અને હાલમાં જીલ્લા પંચાયત માં હોદ્દો ધરાવતા ચંદ્રિકા બેન અધેરા. રસીકભાઇ ભંડેરી. તથા ચિરાગ વાંક અને ગામના ભાજપ ના યુવા કાર્યકર મયુરભાઈ નંદાસણા.નિદાન કાર્યક્રમ સહભાગી રહયા હતા. કલકત્તા માં મહિલા ડોકટર નું રેપ અને હત્યા ને લઈને દેશભરમાં ડોકટર નું વિરોધ પ્રદર્શન સાથે હડતાળ નો કાર્યક્રમ માં જામનગર જિલ્લા ગુરુ ગોવિંદ હોસ્પિટલ ના તમામ વિભાગ ના ડોકટર હડતાળ માં જોડાતાં. જીલ્લા ભાજપ ના ડોકટર શેલ નિદાન કાર્યક્રમ થી દુર રહેતા તાલુકા પી. એચ સી. ના ડોકટર અને કર્મચારીઓ, ગામજનો નું નિદાન કરીને દવા આપી હતી. અહેવાલ- રમેશ ટાંક. જોડિયા. ૧૯/૮/૨૪.