આ પહેલાં ના વરસો માં દરબારગઢ/ માંડવી ચૌક/ જલારામ સોસાયટી/ ધોલ નુ નાકું/ ખોડીયાર માતાજી નું મંદિર અને લક્ષ્મી પરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ ની ઉજવણી માં ભાવિકો શામિલ થંતા હતા. પણ ચાલુ વર્ષે લક્ષ્મી પરા વિસ્તાર ને મુકીને જોડિયા માં એક પણ ગણેશ ઉત્સવ નો પંડાલ જોવા મળેલ નહિ જોડિયા ધામ તરીકે જાણીતું ગામમાં ધીમે ધીમે લોકો નું કોઈ પણ ધાર્મિક ઉત્સવ ની ઉજવણી માં નિરસતા વધવા થી આગામી દિવસોમાં હિન્દુ તહેવારો સામે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે લક્ષ્મી પરા ની સરદાર સોસાયટી ના તાલુકા પંચાયત ના પુર્વ કારોબારી અધ્યક્ષ વલ્લભભાઈ ગોઠી પરિવાર દ્વારા ચોથા વરસે સાર્વજનિક રૂપે શ્રી ગણેશજી સ્થાપના કરીને પાટીદાર સમાજ ને ગણેશ ઉત્સવ ના લાભ આપી રહ્યા છે. જયારે જોડિયા ગામમાં ગણેશ ઉત્સવ ના માહોલ જોવા મળે નહિ, અમુક ધરો માં પરિવાર દ્વારા શ્રી ગણેશ જી ની પુજા/અર્ચના કરાઈ રહી છે તેવું જાણવા મળેલ. અહેવાલ- રમેશ ટાંક જોડિયા.