જોડિયા ગામમાં જાહેર રસ્તા ની દુર્દશા થી લોકો પરેશાન_!
જોડિયા :- ગામનું નિચાણવાળા વિસ્તાર માંડવી ચૌક થી બારીશેરી સુધી નો જાહેર રસ્તો જે રાહગિરો ૨૪ ઉપયોગ વર્ષો કરી રહ્યા છે. આ જ વિસ્તારમાં ગામના બે ધાર્મિક સ્થળ ગીતામંદિર તથા રામવાડી ઉપરાંત ત્રણ અલગ અલગ શિવમંદિરોમાં નીલકંઠ મહાદેવ. જડેશ્વર મહાદેવ. અને રામેશ્વર મહાદેવ જી સ્થાનક આવેલ છે. ઉપરોક્ત જાહેર રસ્તો ૩૬૫ દિવસ કયારે કોરો રહ્યો નથી. પંચાયત તંત્ર ના પાપે જાહેર રસ્તો પર કયારે ભુગર્ભ ગટર ની કુંડી ઉભરાતું દુષિત પાણી જે રસ્તા પર ફરી વડે છે અને જયારે પંચાયત દ્વારા પાણી વિતરણ સમયે પાણી ના પાઈપલાઈન ના વાલ લીંકેજ ના કારણે પીવા નું પાણી જાહેર રસ્તા પર વેડફાય છે જેના કારણે ઉપરોક્ત સમસ્યા નો સામનો ગામલોકો કરવા મજબુર છે. છેલ્લા બે વર્ષ થી ગ્રામ પંચાયત લોકશાહી થી મુક્ત છે વહીવટદાર ના હાથમાં સત્તા નો બાગડોર. જેના દ્વારા પ્રાથમિક સમસ્યા નું નજર અંદાજ કરતાં લોકો લાઈટ/ પાણી/ સફાઈ થી પીડિત છે. પરંતુ જોડિયા તાલુકા પંચાયત માં લોકશાહી જીવિત છે જોડિયા તાલુકા પંચાયત ની ગામની બે નંબર ની બેઠક ના ચુંટાયેલા પ્રતિનિધિ જે વર્તમાન તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ના હોદા પર વિરાજમાન / જવાબ દાર હોવા છતાં ગામની વિવિધ સમસ્યા નો હરણફાળ જોવા મળે છે.ગ્રામ પંચાયત પર તાલુકા પંચાયત ના શાસકો નું જોડિયા ગામની સમસ્યા બાબત વહીવટદાર સામે કશું હાલતું નથી જેના કારણે વહીવટદાર ના રાજ માં લોકો તોબા પુકારી રહ્યા છે ભાજપા સરકાર નું સુત્ર ” સબકા સાથ. સબકા વિકાસ. ” વિશ્વાસ કરવા જેવો રહયો નથી. અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૨૫/૧૧/૨૪.