મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા અધિવેશન યોજવામાં આવ્યું હતું. જેમાં સંઘના પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ દુધાત્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોરબી જીલ્લા કિસાન સંઘ પ્રમુખ તરીકે જીલેશભાઈ કાલરીયાની નિમણુક કરાઈ હતી તેમજ ઉપપ્રમુખ તરીકે ડો. બીપીનભાઈ ઘોડાસરા, મંત્રી તરીકે સીણોજીયા બાબુલાલ અને સહ મંત્રી તરીકે હુશેનભાઈ શેરશીયાની નિમણુક કરવામાં આવી હતી.

ઉપરાંત પાંચેય તાલુકાના હોદેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકા પ્રમુખ તરીકે ખંતીલ ભીમાણી, ઉપપ્રમુખ બાલુભાઈ પાંચોટિયા, સહ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ કગથરા, મંત્રી તરીકે શિવલાલ બાલુભાઈ અને સહ મંત્રી તરીકે સંજયભાઈ કાનજીભાઈ સુરાણી, માળિયા તાલુકા પ્રમુખ તરીકે મનસુખભાઈ આદ્રોજા, ઉપપ્રમુખ જયંતીલાલ વરસડા, સહ ઉપપ્રમુખ કૈલા અનિલભાઈ, મંત્રી તરીકે ભાડજા અમરશીભાઈની વરણી કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે ઝાલા વાસુદેવસિંહ, ઉપપ્રમુખ બાદી ઈર્શાદ અને મંત્રી તરીકે ઝાલા મનુભાઈની વરણી, ટંકારા તાલુકામાં પ્રમુખ તરીકે શૈલેશભાઈ દામજીભાઈ, સદસ્ય તરીકે ઊજરીયા ચિરાગભાઈ જયારે હળવદ તાલુકામાં યુવા પ્રમુખ તરીકે કિશનભાઈ પટેલ અને સદસ્ય તરીકે હાર્દિક પટેલ અને નવઘણ દલવાડીની નિમણુક કરવામાં આવી હતી