જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુની રચના “ઘેરો વડલો” યુટ્યુબ ચેનલ પર રિલિઝ
(અહેવાલ: જયેશ બોખાણી)
મોરબી: પ્રસિદ્ધ ગાયક પિયુષ જોગદીયાના કંઠે ગવાયેલ “ઘેરો વડલો” Piyush Jogdiya Official યુટ્યુબ ચેનલ પર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.
“ઘેરો વડલો” શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતીજી બાપુ દ્વારા લખવામાં આવી છે. જેમાં બાપ અને દિકરાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ પ્રસિદ્ધ ગાયક પિયુષ જોગદીયાએ આ રચનાને પોતાના મધુર કંઠે ગાયું છે. “ઘેરો વડલો” બાપ અને દિકરાની એક્ટિંગ નિલેશ સાધુ, મન્નત પરમાર કરી છે. જ્યારે પ્રોડ્યુસર મનસુખભાઈ પરમાર, ડાયરેક્ટર એન્ડ ડીઓપી પરેશ સોંદરવા, કેમેરા મેન સંજય બારેયા (સગુન સ્ટૂડિયો ટીંબી) સહિતનાએ ખુબ સુંદર રીતે આ ગીતને બનાવવામાં જહેમત ઉઠાવી હતી.
વિશ્વ વંદનીય ઇન્દ્રભારતી બાપુની શબ્દ રચના અને પિયુષ જોગદીયાના કંઠે ગવાયેલ “ઘેરો વડલો” ગીતની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સહુ કોઈની આતુરતાનો અંત આવ્યો છે. અને યુટ્યુબ ચેનલ Piyush Jogdiya Officialમાં રિલિઝ થતાની સાથે જ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. આ અદ્ભુત રચના અને ગીતને નીહાળવા હેમંત ચૌહાણ, ગીતાબેન રબારી, કીર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, જીગ્નેશ બારોટ સહિતના કલાકારોએ અપિલ કરી છે.