જૂનાં ઘાટીલા ગામે માળિયા તાલુકા ના નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચ ઓનાં સન્માન સમારોહ અને જૂનાં ઘાટીલા ગામની નવી ગ્રામ પંચાયત ઘર નું ખાતમુહૂર્ત ના કાર્યક્ર્મ કરાયું નું આયોજન કરેલ હતું .જેમાં સાસંદ મોહનભાઈ કુંડારીયા , ગુજરાત સરકાર ના મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા , ઇફકો ના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા , જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરિયા , ચંદુભાઈ સિહોરા , અમુ ભાઈ વિડજા , અજયભાઈ લોરિયા , જીગ્નેશ ભાઈ કૈલા અને માળિયા તાલુકા ના ચૂંટાયેલ સરપંચો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

.જૂનાં ઘાટીલા ગામ દ્વાર આ તમામ મહાનુભાવો નું બેન્ડ – વાજા દ્વાર સરઘસ કાઢી ને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું .આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા માટે જૂનાં ઘાટીલા યુવા ભાજપ ની ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી જેમાં જૂનાં ઘાટીલા ગામના યુવા સરપંચ ઉમેશભાઈ જાકાસણિયા , જીલ્લા પંચાયત કો. સદસ્ય કેતનભાઈ વિડજા, માળિયા તાલુકા યુવા ભાજપ ના મહામંત્રી નિકુંજ ભાઈ વિડજા , વિપુલભાઈ વિડજા અને જૂનાં ઘાટીલા યુવા ભાજપ ની ટીમે દ્વાર આયોજન કરવામાં આવ્યું હતું .
