જિલ્લાના પત્રકારો અને જામનગર ભાજપાના મહામંત્રી મેરામણ ભાટુએ સલાયા ગરબીમાં રાસ ગરબા નિહાળ્યા,મહામંત્રી દ્વારા સતત ત્રીજા વર્ષે દીકરીઓને લાણી વિતરણ કરાઈ
સલાયા લોહાણા મહાજન વાડીમાં ચાલતી ગરબીમાં અનેક મહાનુભાવો પધાર્યા હતા. જેમાં આજરોજ ખંભાળિયાના પત્રકાર પરબતભાઇ ગઢવી,કૌશલભાઈ સવજાણી અને હાર્દિકભાઈ મોટાણી ખાસ પધાર્યા હતા અને બાળાઓ દ્વારા રમાતા જુદાજુદા રાસ ગરબા નિહાળ્યા હતા. તેમજ જામનગર મહાનગર ના ભાજપના મહામંત્રી શ્રી મેરામણભાઈ ભાટુ પણ ખાસ પધાર્યા હતા. મેરામણ ભાઈ દ્વારા છેલા બે વરસથી સતત સલાયાની ગરબીઓમાં રાસ રમતી દીકરીઓને લાણી વિતરણ કરવામાં આવે છે. આ ત્રીજા વર્ષે પણ એમના દ્વારા સુંદર ગિફ્ટ દીકરીઓને આપવામાં આવી હતી. આ તકે એમની સાથે કિરીટભાઈ ખેતીયા,મારખીભાઈ વશિયા ,જીવાભાઈ બંધિયા,અશોક ભાઈ કાનાણી,ભાર્ગવ સોની હસુભાઈ ધોળકિયા,રાજુ ભૂંડિયા, નીતિન પીઠિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. સલાયા લોહાણા નવરાત્રી સમિતિ દ્વારા એમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.