Wednesday, April 23, 2025

જાલીડા ગામે કેન્સરની ગાંઠથી પીડાતી ભેંસનું ઓપરેશન કરી જીવનદાન અપાયું

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા હીરાભાઈ કાળોતરા નામના માલધારીની ભેંસ છેલ્લા ૮ મહિનાથી કેન્સરની ગાંઠથી ૮ પીડાતી હતી. જે બાબતની જાણ થતાં આજે હરતુ ફરતુ દવાખાનામાં કામ કરતા ડો. તાલિબ હુસેન અને પાયલોટ કમલરાજસિંહ રાણા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પશુ દવખાનાની ટીમે ભેંસની ગાંઠની એક કલાક સુધી સર્જરી કરીને આશારે ૧૫ કિલોની કેન્સરની ગાંઠ કાઢી હતી અને ભેંસને જીવનદાન આપ્યું હતું. આ હરતું ફરતું પશુ દવાખાનું ગામમાં રહેતા માલધારીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW