Wednesday, April 23, 2025

જામનગરમા આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામા આવેલ દરગાહમાં ચોરી કરનાર બે ઈસમો મોરબી નવલખી ફાટક પાસેથી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

જામનગરમા આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામા ચોરી કરનાર બે ઈસમો મોરબી નવલખી ફાટક પાસેથી ઝડપાયા.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સર્વેલસ સ્ટાફને સયુક્તમા બાતમી મળેલ કે ‘થોડા દીવસ પહેલા જામનગરના સુભાસબ્રીજની બાજુમા આવેલ પ્રસીધ્ધ વ્હોરા સમાજની દરગાહમા થયેલ ચોરીના બન્ને આરોપીઓ બુલેટ મોટરસાયકલ સાથે મોરબીમા ચોરી કરવા માટે માળીયા બાજુથી નવાલખી ફાટક બાજુ આવે છે” એવી બાતમી મળેલ જેથી સર્વેલન્સ સ્ટાફ નવલખી ફાટક પાસે વોચ તપાસમા રહેતા નવલખી ફાટક પાસેથી બન્ને આરોપી સીકંદર ઉર્ફે સીકલો સીદીકભાઇ પઢીયાર ઉ.વ.૪૦ રહે- ભગવતીપરા, જયમાળી ચાની હોટલની બાજુમા રાજકોટ, મુળ ગામ- જેતલસર તા.જેતપુર જી.રાજકોટ તથા વિવેક બીરેંદ્રસિંઘ ચૌહાણ ઉ.વ.૩૬ રહે- કરણપરા શેરી નં.૦૭ શુભ એપાર્ટમેંટ, રાજકોટ મુળગામ- પીપરહરી તા.તીંન્દવારી જી.કાનપુર ઉતરપ્રદેશવાળાને બુલેટ મોટરસાયકલ તથા ચોરીની રોકડ રકમ રૂ.૧,૦૫,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે આમ જામનગરમાં આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામાં આવેલ દરગાહની અંદર થયેલ ચોરીના આરોપીઓ મોરબીમા ચોરી કરે તે પહેલા પકડી પાડેલ !!!

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW