જામદુધઈ ગામે નવાપરા પ્રાથમિક શાળા તથા બજરંગ ધર્મશાળા ખાતે સ્વ. ગોવિંદભાઈ રવજીભાઈ વસનાણીના પરિવારજનો શૈલેષભાઈ ગોવિંદભાઈ વસનાણીના સૌજન્યથી કોરોના રેપીટ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ડૉક્ટર દ્વારા જરૂરિયાત દર્દીને દવા આપવામાં આવી હતી. સાથે ક્રાંતિકારી સેના દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પમાં જામદુધઈ ગામના 300 લોકોએ લાભ લઈને કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. જેમાંથી 20 લોકો પોઝિટીવ આવ્યા હતા. આ કેમ્પમાં ડૉ.તરુણભાઈ વસનાણી (મોરબી), ડૉ. મનીષભાઈ વસનાણી (મોરબી), નર્સિંગ સ્ટાફ મયંકભાઈ કુબાવત (જામદુધઈ) એ સેવા આપી હતી.
