(અહેવાલ: મહેશ ચાવડા દ્વારા)
માળિયા: કોરોના કાળમાં શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થી સુધી પહોંચાડવી મુશ્કેલ હતી વિદ્યાર્થી અભ્યાસ માટે અનેક તકલીફ હતી. ત્યારે જાજાસર પ્રાથમિક શાળા
દ્વારા શિક્ષકો એ વિદ્યાર્થી થકી અભ્યાસ અગે મહેનત જરૂરી છે. શિક્ષણ માટે સૌભાગ્ય છે. એ શિક્ષણ વિધાર્થી સુધી આપવું એ શિક્ષકની નૈતિક જવાબદારી છે. અંગે સુત્ર તેરા કર્મ હી તેરી વિજય હૈ ઉપર્યુક્ત પંક્તિ કર્મનો મહિમા સમજાવે છે.
કોરોના સમયગાળા દરમ્યાન આપડા સમાજમાંથી એવા ઘણા હિરારૂપી મહાનુભાવો પ્રકાશમાં આવ્યા જેઓએ આ કપરા સમયમાં પોતાના કર્મને મહત્વના ગણીને તેને પૂરા કરવાની જવાબદારી સંભાળી છે.
આવું જ એક જીવતું જાગતું ઉદાહરણ જાજાસર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. કોરોનાના કપરા સમયમાં શાળા કોલેજ બંધ હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા ખોરવાય ગઈ હોવાથી જજાસર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થી શાળાએ નહિ પરંતુ શાળા વિદ્યાર્થી પાસે જાય એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
જે અંતર્ગત શેરી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે નવોદય વિદ્યાલયની પરિક્ષાની સમજણ પણ આપવામાં આવે છે. આવા મહત્વના કાર્યમાં આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, હરદેવભાઈ કાનગડ, ભાવેશભાઈ બોરીચા, કેસુરભાઈ ચાવડા, ચેતનભાઈ વોરા જેવા શિક્ષણ ગુરુઓ જોડાયેલા છે.