મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઈંગ્લીશ દારૂની ૨૭ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ગઈકાલે મોરબી તાલુકાનાં જાંબુડિયા ગામે ધર્મસિધ્ધી સોસાયટી શેરી નં. ૦૨ પાસેથી આરોપી ભુપેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ કંસારાને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૭ (કિં.રૂ.૧૪,૦૪૦) નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.