જસદણ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં સ્વચ્છતાની સેલ્ફી પોઈન્ટએ આકર્ષણ જમાવ્યું
રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે દસમાં તબક્કાના સેવા સેતુનો રાજ્ય વ્યાપી પ્રારંભ થયો છે.રાજ્યમાં ગત તા.૧૭ સપ્ટેમ્બર થી આરંભાયેલ સેવા સેતુ કાર્યક્રમના ૧૦માં તબક્કામાં કુલ ૫૫ સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે.
જે અન્વયે જસદણ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.તેમાં સ્વચ્છતા પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે સેલ્ફી પોઇન્ટ ઊભો કરાયો હતો.જેમાં લોકોએ સેલ્ફી લીધી હતી.સેવા સેતુ કાર્યક્રમમાં લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે અને કાયમી સ્વચ્છતા રાખે તે માટે જનજાગૃતિ કેળવાય તે હેતુસર સેલ્ફી પોઇન્ટ ઊભો કરાયો હતો. બહોળા પ્રમાણમાં લોકોએ સેલ્ફી લીધી અને સ્વચ્છતા રાખવાનો સંદેશો આપ્યો હતો.