મોરબી: શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ માટે બધા રાજ્યો અને કેન્દ્રસાશીત પ્રદેશોમાં જવાહર નવોદય વિદ્યાલય ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષા આગામી ૧૧.૦૮.૨૦૨૧ ના રોજ લેવામાં આવશે.
મોરબી જિલ્લામાં પરીક્ષા માટે ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના પુત્ર/પુત્રીનું એડમીટ કાર્ડ ૧૧.૦૮.૨૦૨૧ પહેલા ડાઉનલોડ કરી એડમીટ કાર્ડમાં આપેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. પરીક્ષા સમયે એડમીટ કાર્ડમાં આપેલ પરીક્ષા સ્થળ પર સાથે લઈ જવું ફરજિયાત છે. એડમીટ કાર્ડમાં આપેલા તમામ કોવીડ પ્રોટોકોલ વિદ્યાર્થી એમજ વાલીઓએ અનુસરવા કોઠારીયા જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલની યાદીમાં જણાવાયું છે.