૨૫ વર્ષની જળરક્ષા પછી દેશના ૯૫ ટકા પ્રદેશમાં ભૂતળ-નદી સુકાઈ રહ્યાં છે. વધુને વધુ ઊંડા બોર થાય છે.
જળસંકટ જ આરોગ્ય, કૃષિ, રોજગાર, જીવો, ગાય, પર્યાવરણ, રાષ્ટ્રની અનેક સમસ્યાનું કારણ છે.
ચોટીલાની સર્વોપરિ ગૌચરભૂમિમાં પીવાનું પાણી નથી.
રાજસ્થાનના બાડમેર-જેસલમેરના સરહદી ગામોમાં ૧૦૦૦ થી ૫૦૦૦ ગાયો, ૫૦૦૦ થી ૨૫ હજાર ઘેટાં-બકરાં છે. ઊનાળે ૫૦ ડીગ્રી ગરમીમાં ગાય-બકરાંને બે દિવસે પાણી મળે છે. પાણી પીવા ૨૫ થી ૩૦ કિ.મી ચાલીને રણથી ગામમાં આવે છે. વન્યજીવો હરણ, જંગલી ગધેડા, નાનાજીવોને માત્ર ચોમાસામાં જ પાણી પીવા મળે છે.
* ગુજરાત-મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના ૧૨ હજાર ગામોના આદિવાસીઓને ગુજરાતના ગામો-શહેરોમાં મજુરીએ જવાનું કારણ જળસંકટ છે. ૯૫ ટકા જમીન બિનપીયત છે. પહાડોમાં વસતા આદિવાસીઓ ૫૦૦ થી ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણોમાંથી પાણી માથે ઊંચકી લાવીને પીવે છે. ગરીબી-કુપોષણ, લૂંટ અને અંતે ધર્માંતરણનું કારણ જળસંકટ અને ગરીબી છે. સરકારની અનેક યોજનાઓ વચ્ચે ગામડાં ભાંગી રહ્યાં છે. વધતુ શહેરીકરણ ભારતની અધોગતિનું કારણ બનશે. હાઈબ્રીડ બીજના પાગલપનમાં કૃષિના દેશીબીજ-દેશી ફળઝાડની લુપ્તતા ગોવંશ વિનાશથી ભગાયનાક છે.
કૃષિમાં ઝેર–રસાયણ ડાયાબિટીસ, હૃદયરોગ, વંધ્યત્વ, કેન્સર જેવા ૧૦૦ રોગો, જીવસૃષ્ટિ વિનાશનું મુખ્ય કારણ છે. જળક્રાંતિ ટ્રસ્ટની વિશ્વ પ્રેરક ગીર-કાંકરેજ ગોક્રાંતિ પછી પણ ભારતના ૫૦ ગોવંશો લુપ્ત થઇ રહ્યાં છે. સરકાર, ગોસેવાક્ષેત્ર અને ધર્મક્ષેત્ર કાંઈ જ કરી શક્યા નથી.
જ્ઞાતિવાદ, જાતિવાદ, શાસકોની સત્તાલાલસા, ધર્મગુરુઓની ધન-કીર્તિ લાલસા અને ભણેલી ધનપતિ પ્રજાને સંતાનો નથી જોઈતા કે ૧ થી ૨ સંતાનો સંસ્કૃતિ-રાષ્ટ્ર વિનાશનુ કારણ બનશે છે.
જ્ઞાન-ધન-સત્તાથી સંપન્ન લોકો, પરિવાર, ધંધો, પરિણામ વગરના વહેવારો-ધાર્મિક કાર્યક્રમોમાં ડુબેલાં છે. વર્ષમાં ૧૦૦ વખત બેસણા-જમણવારોમાં જતા લોકોને જિંદગીમાં એક દિવસ આદિવાસીઓનુ ગામ, રણનું ગૌચર-ગાયો, ગરીબ પ્રજાના ગામો, રાષ્ટ્રના પ્રાણપ્રશ્નોના ઉકેલના કામો-ઐતિહાસિક ગ્રામવિકાસ કાર્યો જોવાનો સમય જ નથી !!!
★ જળક્રાંતિ ટ્રસ્ટનો રાષ્ટ્રધર્મઃ
ઈશ્વરની સીધી પ્રેરણાથી સરકારથી ૧૦-૨૦ ટકા ખર્ચમાં ૧૦૦ વર્ષ ટકાઉ અને શ્રમદાનથી ચેકડેમ-તળાવ બાંધનાર જળક્રાંતિ ટ્રસ્ટ દેશની પ્રથમ સંસ્થા છે. ગામડાંનું કૃષિ ઉત્પાદન, રોજગારી બે થી પાંચ ગણા થયા છે.
એક ગૌશાળા કે પાંજરાપોળના નિભાવ ખર્ચથી અલ્પ ખર્ચમાં ગીર-કાંકરેજ ગાયનું મૂલ્ય ૧૦૦ ગણુ, દૂધ-ધીનું ૧૦-૨૦ ગણુ, છાણનું ૨૫ ગણુ થયું છે. ગીર ગાયની સંખ્યાં ૫ હજારથી વધીને ૩ લાખ થઈ છે. કાંકરેજ ગાયો ચાર ગણી થઈ છે. એક કરોડથી વધુ લોકો ગાયના દૂધ-ઘી-છાસ ખાતા થયાં.
દાતાઓનો સાથ મળે તો અન્ય પાંચ ગોવંશોને પાંચ વર્ષમાં લુપ્ત થતા બચાવાશે.
* સંસ્થાની ગાય આધારિત કૃષિ ભારતને ઝેરમુક્ત અને રોગમુક્ત કરશે. જે સૌથી મોટી જીવદયા-પ્રકૃતિરક્ષા છે.૧૦૦૦ દેશીઆંબા-દેશીબીજ બચાવાશે.
સંસ્થા સૌથી અલ્પ ખર્ચે અને સંપૂર્ણ પ્રાકૃતિક જંગલ નિર્માણ-વૃક્ષારોપણ કરે છે.
સંસ્થાએ આદિવાસી ગામ ભેખડિયા-જામલીમાં ૮૦ ચેકડેમ-તળાવ બાંધ્યા. તેથી કૃષિ ઉત્પાદન-રોજગારી પાંચગણા થયાં, બંને ગામ તમાકુ-ગુટખા-માંસાહાર-હિંસા-લૂંટફાટ, માસિક ૧૦ ટકા વ્યાજથી મુક્ત થયાં છે, ભારતના પ્રથમ દિવ્યગ્રામ બન્યા છે. જે ભારતના એક લાખ આદિવાસી ગામોનો વિકાસ-ધર્માંતરણ-નકસલવાદ નિર્મૂલન અને સર્વાંગી ગ્રામવિકાસનો વિશ્વપ્રેરક ઈશ્વરિય માર્ગ છે.
અમારો જીવનમંત્ર ‘‘પ્રશ્નોને મૂળમાંથી ઉખેડી નાખો” અમારો ધર્મ પ્રકૃતિરક્ષા, સનાતનધર્મ અને રાષ્ટ્રધર્મ છે, જેના માટે અમે ફેક્ટરી, ઘર, આરામ ત્યાગીને ૨૬ વર્ષથી એક પણ રજા ભોગવ્યા વગર ૧૪ થી ૨૦ કલાક કઠોર પરિશ્રમ કરિયે છીએ. સત્યનિષ્ઠા, જાતપરિશ્રમ, આચરણ અને ત્યાગથી અમે દેશને રાષ્ટ્રસેવાની પ્રેરણા આપી છે.
વ્યર્થ પ્રવૃતિઓ, ધાર્મિક શોષણ, ધર્મગુરુઓની વ્યક્તિપૂજા-વંશપૂજાથી મુક્ત થઈને હવે આપણું જ્ઞાન-ધન-દાન-સમય અને આત્માને વંચિતો, ગાય, જીવસૃષ્ટિ, પ્રકૃતિ,સંસ્કૃતિ-રાષ્ટ્ર સાથે જોડીએ.
જાતવાન ગોવંશ નિર્માણ, પ્રાણદાતા-આરોગ્યદાત કૃષિ, જળસંપન્ન, ધરતી અને નદીઓ, રોજગાર-વૈભવ સંપન્ન ગામડું, પ્રકૃતિ-જીવસૃષ્ટી, વૈભવ સંપન્ન સુવર્ણભૂમિ રાષ્ટ્ર નિર્માણ કરીએ.
* આપણે ઘર-ઉદ્યોગમાં દર વર્ષે લાખો-કરોડો લીટર પાણી વાપરીએ છીએ જે તમામ જીવો-રાષ્ટ્રની સહિયારી સંપત્તિ છે. ત્યારે દર વર્ષે આ ધરતીને-રાષ્ટ્રને એક તળાવ કે તળાવ નિર્માણમાં દાન આપીને રાષ્ટ્ર-પ્રકૃતિને ઋણાંજલિ અર્પણ કરીએ, ઋણાંજલિ જ મોક્ષ માર્ગ છે.
* અન્યનું દુઃખ-પ્રશ્ન નિવારણ, પ્રાણરક્ષા, ગાયો-જીવો-વનસ્પતિઓ-માનવો-રાષ્ટ્રનો વિકાસ અને સૌનુ કલ્યાણ જ સાચુ પુણ્ય અને ધર્મદાન છે. જેનાથી મોક્ષ કે ઈશ્વર પ્રાપ્તિ છે.
દેશના પ્રાણ પ્રશ્નોનો કાયમી ઉકેલ અને અમારા રાષ્ટ્રતપને વધાવીને આપનું જીવન અને આત્માને તથા આપના મિત્રોને આ સત્કાર્યમાં જોડાવા પ્રાર્થના છે. જે આપની જ ગોસેવા, કૃષિસેવા, જીવસૃષ્ટિ-પર્યાવરણ રક્ષા, જીવદયા અને રાષ્ટ્રસેવા છે. દેશ માટે આ કાર્યો જોવા પધારવા હાર્દિક નિમંત્રણ છે.