છેતરપિંડીના ગુનામાં છેલ્લા 22 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં 22 વર્ષથી નાશતો ફરતો આરોપી અમદાવાદ ખાતેથી પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેને માળિયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કરવામાં આવેલ છે
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦ વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી પ્રવીણભાઇ સુંદરજીભાઇ કાવર રહે. લક્ષ્મીવાસ તા.માળીયા મી. જી. મોરબીવાળો હાલે અમદાવાદ ખાતે રહેતો હોવાની ચોક્કસ બાતમી મળતા જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ટાફ સાથે અમદાવાદ ખાતે જઇ તપાસ કરતા છેતરપીંડીના ગુનાનો નાસતો ફરતો આરોપી પ્રવીણભાઇ સુંદરજીભાઇ કાવર ઉ.વ.૫૫ રહે.લક્ષ્મીવાસ તા.માળીયા મી. જી.મોરબી વાળો મળી આવતા આરોપીને બાપુનગર આમ્રપાલી સોસાયટી ખાતેથી હસ્તગત કરી તપાસ અર્થે મોરબી લાવી આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ છેતરપિંડીના ગુનામાં અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે માળીયા મીંયાણા પો.સ્ટે.ને સોપી આપેલ છે.