મોરબીના છાત્રાલય રોડ પર દર ચોમાસે વરસાદનાં પાણી ઢીચણ સમાણા ભરાય જતા હોય છે. થોડા જ વરસાદ સાથે મુખ્ય માર્ગોના પાણી છાત્રાલય રોડ પર આવે છે.ત્યારે ત્યાંના રહીશોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે છાત્રાલય રોડ પરના રહેવાસી અને જાણીતા એડવોકેટ બી.બી.હડિયલએ પાલિકા ને ચીમકી ઉચારી છે.
વર્ષ ૨૦૧૪ માં બી.બી.હડિયલ દ્વારા પાલિકામાં આ પ્રશ્ન અંગે નોટિસ ઇન્વર્ડ કરાવી હતી બાદ તે બાબતે કોઈ કાર્યવાહી ના થતાં તેમજ દરમિયાન ચોમાસુ આવતા પાણી ભરાતા ભારે હાલાકી ભોગવવી પડતી હતી. છાત્રાલય રોડ પર રહેતા રહીશો, આજુબાજુ ની સોસાયટીઓ ઉપરાંત ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ખુબ મુશ્કેલીઓ પડતી હતી પરંતુ પાલિકા દ્વારા કોઈ ધ્યાન ન અપાતા, બી.બી. હડિયલ દ્વારા હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી જે અનુસંધાને તારીખ ૫-૧૧-૨૦૧૫ ના રોજ ના ઠરાવ થી તારીખ ૧૦-૧૧-૨૦૧૫ સુધીમાં આ રોડ ના પ્રશ્ન અંગે નિરાકરણ લાવવા જણાવ્યું હતું પરંતુ ત્યારે ચોમાસુ જતું રહેતા પાણી નો પ્રશ્ન ન હતો.
ત્યારે તાજેતરમાં ચોમાસુ બેસતા વળી એ જ સમસ્યા એ ફરી રહીશોને ત્રાહિમામ કરી દીધા છે. ત્યારે એડવોકેટ બી.બી.હડિયલએ પાલિકા ને આ પ્રશ્ન તારીખ ૧૫-૭-૨૦૨૨ સુધીમાં નિરાકરણ કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો ત્યાં સુધીમાં નિરાકરણ નહિ આવે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.