ગાળા ગામે નવા બનેલ પુલ પર ચાલવા બાબતે બે યુવાનોને માર માર્યો.
ગાળા ગામે બનેલ નવા પુલ પર ચાલવા બાબતે બે યુવાનોને બે ઈસમોએ માર માર્યો હતો જે બાબતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગાળા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હોય અહીં નાખવામાં આવેલા મંડપનું રખોપુ કરવા જઈ રહેલા રાહુલભાઈ કેશુભાઈ જીતિયા અને મહેન્દ્રભાઇ નામના વ્યક્તિ નવા બની રહેલા પુલ ઉપર પગપાળા ચાલવા જતા આરોપી નોંઘાભાઈ ગાભાભાઈ ભીલ અને દિનેશ નોંધાભાઈ ભીલ રહે.બન્ને જેતપર વાળાઓએ પુલ ઉપર ચાલવાની ના પાડી ગાળો આપી લોખંડના પાઇપ વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખતા મોરબી તાલુકા પોલીસ મથકમાં રાહુલભાઈએ ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.