અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ, મુંબઈ આયોજિત પરીક્ષામાં ગાયન ( વોકલ ) પ્રસ્તુત કરી ભુજની છાત્રા રિધિમા બિરેન્દ્ર શુક્લએ પ્રથમ શ્રેણી મેળવી છે. રિધિમા આર્મી સ્કૂલમાં પાંચમા ધોરણમાં હતી ત્યારથી જ ગાયન ક્ષેત્રે પ્રારંભ, પ્રવેશિકા પ્રથમ, પ્રવેશિકા પૂર્ણ , મધ્યમા પ્રથમ, મધ્યમા પૂર્ણ, વિશારદ પ્રથમ, વિશારદ પૂર્ણની પરીક્ષાઓ આપી વિશારદ થઇ છે.ક્લાસિકલ ગાયનની તાલીમ સૌ પ્રથમ ફોરમ રાણા પાસેથી લીધી, એ પછી વાચા માંકડે એમને તાલીમ આપી. ગાંધર્વ મહાવિદ્યાલયનું કેન્દ્ર ધ્વનિ શિક્ષણ કેન્દ્ર જે જીગર માંકડ અને કૃતિ માંકડ દ્વારા ચલાવાઈ રહ્યું છે જ્યાં રિધિમા એ પરીક્ષા આપી હતી. હાલ તેણી લાલન કોલેજમાં અભ્યાસ કરે છે. રીધીમા ભુજ મર્કેન્ટાઇલ બેંકમાં ફરજ બજાવતા મેનેજર બીરેન્દ્ર દીપક શુક્લની પુત્રી છે અને સંગીત ક્ષેત્રે પોતાનું આગવી ઓળખ ધરાવતા દીપકભાઈ શુક્લની પૌત્રી છે.