મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દરોડા પાડી મોરબીના ગાંધીચોકમા સિવિલ હોસ્પિટલ નજીક જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો દાઉદભાઈ ઇસાભાઈ ચાનીયા (ઉ.વ.૬૫) રહે. લાતી પ્લોટ મોરબી તથા અબ્દુલકાદરભાઈ મોહમદભાઈ મકરાણી (ઉ.વ.૩૨) રહે. મકરાણીવાસ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦,૫૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.