વાંકાનેરના ગાંગીયાવદર ગામે રહેણાંક મકાનમાં ત્તીનપત્તીનો જુગાર રમતા દશ પત્તાપ્રેમીઓનેં વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકાના ગાગીયાવદર ગામે ચોરાવાળી શેરીમાં સુખાભાઈ ભનાભાઈ કોળીના રહેણાંક મકાનમાં ત્તીનપત્તીનો જુગાર રમતા આરોપી હરેશભાઈ ત્રીકમભાઈ ડાભી, હરજીભાઈ જીણાભાઇ ખમણી, રસીકભાઈ લવજીભાઈ ધરજીયા, ભીખાભાઈ નાથાભાઈ ધરજીયા, રાજેશભાઈ ધરમશીભાઈ ધરજીયા, શાંતીલાલ હેમુભાઈ ધરજીયા, પરબતભાઇ ભલાભાઈ ધરજીયા, વિનોદભાઈ સુરાભાઈ ધરજીયા, દિનેશભાઈ છનાભાઈ ધોરીયા, મુકેશભાઈ લખધરભાઈ ધરજીયા (રહે. તમામ ગાંગીયાવદર ગામ તા. વાંકાનેર) નેં પોલીસે રેઇડ કરી રોકડ રકમ રૂ. ૧૦,૪૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.