ગતરોજ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ધોળકોટ ગામે રાજુભાઈ કરપડા ના અધ્યક્ષ સ્થાને 14 જિલ્લાના ખેડૂત આગેવાનોની મીટીંગ યોજાઇ
હાલ ગુજરાતમાં હાઈ ટેન્શન લાઈન ખેડૂતોના માથાના દુખાવા સમાન બની રહી છે. વીજ કંપનીઓ દબંગાઈ કરી ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક લાઈનનું કામ કરી રહ્યા છે. વળતરના નામે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવે છે. નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે. વળતર માંગવા જનાર ખેડૂતોને ખોટા કેસમાં ફસાવી જેલમાં નખાવી વીજ કંપની ખેડૂતો પર ખોફ ઊભો કરી રહી છે..!
*વારંવાર રજૂઆતો કરી કંટાળેલા ખેડૂતોએ હવે એક જૂથ થઈ આંદોલનનો રસ્તો પસંદ કર્યો છે. હજુ પણ છેલ્લી વખત સરકારને વિચારવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.! ખેડૂતોની માંગ બિલકુલ વ્યાજબી હોય જેમાં ભૂતકાળમાં જે વળતર ચૂકવાયા છે એ વળતરમાં દર વર્ષે 10% નો વધારો કરવો અથવા તો જ્યારે જંત્રીના 85% ચૂકવવાનો પરિપત્ર હતો ત્યારે જંત્રી ને બાજુએ મૂકી બજાર કિંમત ને ધ્યાને રાખી પર મિટરે 1003 ચૂકવવાનો હુકમ મોરબી અને કચ્છમાં થયો છે. આજે નવા પરિપત્ર મુજબ જંત્રીના ડબલ ચુકવવાની વાત છે તો બજાર કિંમત ને ધ્યાને રાખી ડબલ ચૂકવાય એવી ખેડૂતો ની માંગ છે સાથે કોરિડોરની નીચે આવેલી જમીનમાં 30% લેખે વળતર ચૂકવવામાં આવે.!*